જો તમે ટ્રેનમાં લટકીને મુસાફરી કરો છો, તો આ વિડિયો અવશ્ય જુઓ. - Viral Video : Man falling from running local train in Mumbai
🎬 Watch Now: Feature Video
ઘર કે ઓફિસ પહોંચવાની ઉતાવળમાં ટ્રેનમાં લટકીને મુસાફરી કરવી કેટલી ખતરનાક છે, તેનો અંદાજ આ વીડિયો જોઈને લગાવી શકાય છે. ગુરુવારે મુંબઈ લોકલ ટ્રેનના ફૂટબોર્ડ પર (Man falling from running local train in Mumbai) લટકતી વખતે એક યુવકનું માથું પોલ સાથે અથડાયું (running local train in Mumbai) હતું. તે ચાલતી ટ્રેનમાંથી બીજા સમાંતર ટ્રેક પર પડી ગયો. તેને ગંભીર ઈજાઓ થઈ છે. યુવકની ઓળખ દાનિશ ઝાકિર હુસૈન તરીકે થઈ છે. તે ગુરુવારે સવારે સાડા નવ વાગ્યે કાલવા, થાણેથી દાદર, મુંબઈ જતી ટ્રેનમાં ચઢ્યો હતો. અન્ય કેટલાક યુવકો સાથે તે ટ્રેનના ફૂટબોર્ડ પર લટકીને મુસાફરી કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને ગંભીર ઈજાઓ થઈ છે. તેની સારવાર ચાલી રહી છે. યુવકના પડી જવાનો વીડિયો સમાંતર ચાલતી ટ્રેનના કેટલાક મુસાફરોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે.
TAGGED:
local train in Mumbai