કોર્બેટ નેશનલ પાર્કમાં લંગૂરે વાઘણને આપી થાપ - બિજ્રાણી ઝોન
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડ : પ્રાણીઓના લાખો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જે વચ્ચે આવો જ એક વીડિયો ઉત્તરાખંડ રાજ્યના રામનગરમાં આવેલા કોર્બેટ નેશનલ પાર્કના બિજ્રાણી ઝોનમાંથી સામે આવ્યો છે, આ વીડિયોમાં વાઘણ અને લંગુર જોવા મળી રહ્યા છે. વાઘણ લંગૂરનો શિકાર કરવા ઝાડ પર ચડી ગયો હતો. આ લંગુર પોતાનો જીવ બચાવવા માટે બીજી ડાળી પર કૂદતો નજરે પડે છે. વાઘણ લંગૂરનો શિકાર કરવા માટે તેનો પીછો કરે છે, પરંતું વાઘણના વજનના કારણે ડાળી તૂટી ગઇ હતી અને વાઘણ નીચે પડી ગઇ હતી.