બેકાબૂ કારે એકસાથે 3 બાઇકને ઝપેટમાં લીધી, એકનું મૃત્યુ નીપજ્યુ - kerla car losses control
🎬 Watch Now: Feature Video

કેરળમાં વાયનાડના પનારામમમાં સોમવારે એક કારે નિયંત્રણ ગુમાવ્યું (kerla car losses control) અને ત્રણ બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક બાઇક સવારનું મોત થયું હતું અને અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. કાર આખરે દિવાલ સાથે અથડાઈ (kerla car accident cctv) અને ઊભા રહેતા પહેલા અન્ય ટુ-વ્હીલર સાથે અથડાઈને પલટી ગઈ હતી. કાર ચાલક અને મુસાફરોને પણ ઈજા થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, કાર કોન્ડોટીથી માનંતવાડી તરફ જઈ રહી હતી ત્યારે તેણે કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક સાથે અથડાઈ હતી. કાર સાથે અથડાતા પહેલા સુનિલને તાત્કાલિક મેપડી ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.