વડોદરાઃ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું - Treatment of corona
🎬 Watch Now: Feature Video
વડોદરા : કોરોના મહામારી દરમિયાન રક્તની જરૂરિયાતોને પહોંચી વળવાના પ્રયાસમાં મદદરૂપ બનવા યુવા જાગૃતિ અર્થે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારના શુભાષિશથી શહેરના માંજલપુર વ્રજધામ સંકુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. દર્શન બેંકર, ગોત્રી મેડિકલ કોલેજના ડૉ. વિજય શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારે રક્તદાન કરી રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે યુવાનો અર્થે કાર્યરત સંસ્થા છાત્ર સાંસદ તથા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી આયોજિત આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભવિકજનોએ રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે કોરોનાની સારવારમાં અતિ ઉપયોગી પ્લાઝમા થેરાપીની સારવાર પ્રક્રિયામાં મદદરૂપ થવાના આશયથી છાત્ર સંસદનો પ્રયાસ 'પ્લાઝ્મા ડોનેટ કરોના' અભિયાન અંગે જાગૃતિ લાવી લોકોને પ્લાઝ્મા ડોનેટ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.