તહેવારો પૂર્ણ થતાં ફરી સુરત જિલ્લામાં ફરી શરૂ થયું રસીકરણ - Vaccination in Surat
🎬 Watch Now: Feature Video
સુરત: હાલ દિવાળી સહિતના તહેવારોને કારણે છેલ્લા બે ત્રણ દિવસથી જિલ્લામાં કોરાના રસીકરણ (Vaccination) બંધ હતું. હાલ તહેવારો પૂર્ણ થઈ જતા ફરી આરોગ્ય વિભાગ કામે લાગી ગયું છે અને સોમવારથી રસીકરણ શરૂ કરી દીધું હતું અને સવારથી લોકો રસીકરણ કેન્દ્રો પર રસી લેવા માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ તેજ કરતા હાલ પરિણામ મળી રહ્યું છે. સુરત ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો હાલ કોરાના વાઈરસના એકલ દોકલ જ કેસ નોંધાઇ રહ્યા છે, જેને લઈને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.