સેલ્ફી બની અંતિમ સ્મૃતિ,બર્થ ડે પાર્ટી કરી પરત આવતા ત્રણ યુવાનોના મૃત્યું - Road Accident At Firozabad
🎬 Watch Now: Feature Video
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ત્રણ છોકરાઓના મોત પહેલા સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર તેમણે પોસ્ટ કરેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નરખી પોલીસ સ્ટેશન (Narkhi Police Station UP) વિસ્તારમાં ગુરુવારે (તારીખ 24 જૂન) આ ત્રણ છોકરાઓનું રોડ અકસ્માતમાં (Bike Accident on highway) મોત થયું હતું. આ બનાવથી પરિવારમાં શોકનું વાતાવરણ છે. ફિરોઝાબાદ જિલ્લામાં ગુરુવારે (તારીખ 24 જૂન) રાત્રે એક માર્ગ (Road Accident At Firozabad) અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત થયા હતા. ત્રણેય બાઇક સવાર મિત્રો શહેરમાંથી ઘરે જઇ રહ્યા હતા. એ સમયે રસ્તામાં તેની બાઇક ખાનગી બસ (Accident with Private Bus) સાથે અથડાઈ હતી. જેના કારણે ત્રણેય છોકરાઓ માર્યા ગયા હતા. તે જ સમયે, હવે તેમના મૃત્યુ પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્રણ છોકરાઓના મોત પહેલા એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આ ત્રણેય મિત્રો બાઇક પર મસ્તી કરતા જોવા મળે છે. આ ત્રણેય છોકરાઓએ ચાલતી બાઇક પર સેલ્ફી પણ લીધી છે. તે જ સમયે, થોડા સમય પછી આ લોકોનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. આ ત્રણ મિત્રોમાંથી શિવમ નામના છોકરાએ શહેરમાં બર્થડે પાર્ટી કરી હતી. તેમાં જોડાયા બાદ ત્રણેય એક જ બાઇક પર સવાર થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં બાઈક કાબુ ગુમાવી બસ સાથે અથડાઈ હતી.