સરકારી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં મોબાઈલની ટોર્ચથી સારવાર - unnao letest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16134892-thumbnail-3x2-.jpg)
ઉત્તરપ્રદેશ: ઉન્નાવમાં Unnao government hospital આરોગ્ય સેવાઓના મરણ પથારીની તસવીરો વિભાગને સતત ઉજાગર કરી રહી છે. મંગળવારે રાત્રે, ડોકટરો બાંગરમાઉ શહેરમાં સ્થિત સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોબાઇલ ટોર્ચના પ્રકાશ હેઠળ ઈમરજન્સી સારવાર કરતા જોવા મળ્યા હતા. ઈમરજન્સી વોર્ડમાં Unnao Community Health Center ડોકટરો અંધારામાં બ્લડપ્રેશર માપતા અને ઈન્જેક્શન સિરીંજમાં દવા ભરતા જોવા મળ્યા હતા. આ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં લાખો રૂપિયાના જનરેટરો ધૂળ ખાઈ રહ્યા છે. અને જવાબદાર ડીઝલ ન હોવાનું રડી રહ્યા છે. સામુદાયિક આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જે જણાવ્યું કે, તેમની પાસે જનરેટરમાં ડીઝલ નાખવા માટે કોઈ બજેટ નથી. વીજ પુરવઠો બંધ થતાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અંધારપટ છવાઈ જાય છે. તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન અને સ્વાસ્થ્ય પ્રધાન બ્રિજેશ પાઠક સતત હોસ્પિટલોની મુલાકાત લઈ રહ્યા છે અને તેમને ખામીઓ દૂર કરવાનું કહી રહ્યા છે, પરંતુ સ્થિતિ જેમની તેમ જ છે.