ETV Bharat / state

અમરેલીમાં સિંહણ શિકારની શોધમાં ઘરમાં ઘૂસી, લોકોમાં અફરાતફરીનો માહોલ - LION VIRAL VIDEO

રાત્રિના સમયે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાતણીયા ગામમાં રહેણાંક મકાનમાં એક સિંહણ ઘૂસતા લોકોમાં અફડા તપડી સર્જાઈ હતી.

લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 9, 2025, 10:36 AM IST

અમરેલી: જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. સિંહ પરિવાર રાત્રીના સમય અને દિવસ દરમિયાન અવારનવાર શિકારની શોધમાં નીકળતા હોય છે ત્યારે રાત્રીના સમયે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાતણીયા ગામમાં રહેણાંકી મકાનમાં એક સિંહણ ઘૂસતા લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી.

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાતણીયા ગામમાં સિંહણ શિકારની શોધમાં ઘૂસી હતી. મળતી માહિતી અનુસાર, અશોકભાઈ સરસિયાના મકાનમાં સિંહણે શિકાર કર્યો હતો. જેમાં બે સિંહ બાળ મકાનમાં આવતા લોકોમાં અફડા તફડી સર્જાય હતી. ઉપરાંત સિંહણ ગામમાં ઘુસતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

અમરેલીમાં સિંહણ શિકારની શોધમાં ઘરમાં ઘૂસી (Etv Bharat Gujarat)

તાતણીયા ગામે રહેણાંક મકાનમાં સિંહણ ઘૂસતા ખાંભા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને રહેણાંક મકાનમાંથી સિંહણે વાતાવરણ શાંત થતાં દોડ લગાવી જંગલ તરફ જતી કરવામાં આવી હતી. રહેણાંક મકાનમાંથી બહાર નીકળતા સિંહણનો વિડીયો કેમેરામાં કેદ થયો હતો.

અમરેલીમાં સિંહણ શિકારની શોધમાં ઘરમાં ઘૂસી

તમને જણાવી દઈએ કે, અમરેલી જિલ્લાના 11 તાલુકામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. રાત્રીના સમયે તેમજ દિવસ દરમિયાન સિંહ પરિવાર શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તાર અને શહેરકાંઠામાં આવેલા વિસ્તારોમાં શિકાર કરવા પહોંચતા હોય છે, જેના અવારનવાર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાતણીયા ગામનો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:

  1. થરાદમાં ગોઝારી ઘટનાઃ ડમ્પર પલટીને પડ્યું બાળક સહિત ત્રણ મહિલાઓની ઉપર
  2. સોશિયલ મીડિયા પર સિંહ મચાવી રહ્યા છે ધૂમ, શિકાર કરતો વિડીયો વાઇરલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.