કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે ગાંધીનગરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું - Amit Shah inaugurated development works

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 12, 2022, 8:46 PM IST

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) મહાત્મા મંદિરના કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગાંધીનગર મહાનગર પાલિકા અને ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિકાસ કાર્યોનું લોકાર્પણ (Amit Shah inaugurated development works ) કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ગાંધીનગરના કલેકટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના મેયરે જણાવ્યું હતું કે ગાંધીનગરના નાગરિકોની સુખાકારી વધે તે માટે 200 કરોડના કામો કરવામાં આવ્યા છે. આજે ન્યુ ઇન્ડિયા રથના સારથી આધુનિક યુગના ચાણક્ય અમિત શાહે દેશના શત્રુઓની શાન ઠેકાણે લાવી છે. ગાંધીનગર મહા પાલિકા અને ગુડા સાથે અંદાજે 193 કરોડના પ્રોજેક્ટનું ખાતર્મુહત થઈ રહ્યું છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે લોકલાડીલા સાંસદ ગાંધીનગર મતક્ષેત્રને વિકાસની ભેટ આપવા આવ્યા છે. 289 કરોડના વિકાસના કાર્યો જનતા જનાદરને ધર્યા છે. સાશનમાં જેટલું મોટું પદ હોય તેટલો જ વિકાસ તેમને કરી બતાવ્યો છે. વિકાસ કામોની હેલી ગાંધીનગરના નાગરિકોમાં વરસવાની છે. અમિતભાઈએ પરંપરાને આગળ વધારતા 8600 કરોડ કરતા વધુના વિકાસ કામોની ભેટ (development works in Gandhinagar ) 3 વર્ષમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રને આપી છે. 134 આવાસ યોજનાના ડ્રો થી લોકોને મકાન મળશે. રાજ્યના 48 ટકા લોકો શહેરોમાં વસે છે. તમામ જાહેર સુવિધાઓ મળી રહે તે માટે અમારી સરકાર સજ્જ છે. આ વર્ષના બજેટમાં પણ 14,297 કરોડની શહેરી વિકાસમાં ફાળવણી કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.