બે વર્ષના બાળકને કારે લીધો અડફેટે, જૂઓ વીડિયો - ડ્રાઇવરની બેદરકારી સામે આવી
🎬 Watch Now: Feature Video
તેલંગાણા હૈદરાબાદના ઉપનગર ડુંડીગલમાં બે વર્ષના બાળકને કારે અડફેટે લીધો હતો. આ ઘટના બારામપેટ લેન્ડમાર્ક-2 રહેણાંક સંકુલમાં બની હતી. એક વ્યક્તિ તેના ઘરની સામે પાર્ક કરેલી કારને બહાર કાઢી રહ્યો હતો ત્યારે છોકરો ત્યાં પહોંચ્યો. ડ્રાઇવરે તેના પર ધ્યાન ન આપ્યું અને કાર છોકરા ઉપરથી જવા દીધી. પરિવારના સભ્યો બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. છોકરો હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબીબોએ કહ્યું કે જીવને કોઈ ખતરો નથી. આ સંદર્ભે સીસી કેમેરામાં રેકોર્ડ થયેલા દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. two years old child was run over by car, video viral