VIDEO : વાઘે કર્યો હાઈવે બંધ, અને થયું જોવા જેવું... - વાઘ માટે હાઈવે ટ્રાફિક બંધ કર્યો
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્ર: ચંદ્રપુર જિલ્લામાં વાઘ માટે હાઈવે ટ્રાફિક બંધ (Forest department officials blocked the road) કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના નાગભીડ-બ્રહ્મપુરી હાઈવે પર સાઈગાટામાં બની હતી. બે દિવસ પહેલા બપોરે એક વાઘ રસ્તાની બાજુમાં બેઠો હતો. પરંતુ ટ્રાફિકના કારણે વાઘને રસ્તો ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આ અંગેની માહિતી કોઈએ વન વિભાગને આપી હતી. વન વિભાગે વાહનવ્યવહાર અટકાવીને વાઘને જવાનો રસ્તો સાફ કર્યો હતો. વાઘે હાઇવે ક્રોસ કર્યો હતો. ચંદ્રપુર જિલ્લામાં વાઘ કોઈ નવો વિષય નથી, આસપાસના વિસ્તારમાં વાઘ ઘણી વખત જોવા મળે છે. તેથી નાગરિકોને વારંવાર વાઘ જોવા મળે છે. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.