ETV Bharat / sports

ભારત - ઈંગ્લેન્ડ T20 મેચ: 2 વર્ષ બાદ આ ખેલાડીને મળ્યું ટીમમાં સ્થાન, ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી - IND VS ENG 3RD T20 LIVE

રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં થોડી જ ક્ષણમાં શરૂ થશે ભારત - ઈંગ્લેન્ડ ત્રીજી ટી20 મેચ. સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

ભારત - ઈંગ્લેન્ડ T20 મેચ
ભારત - ઈંગ્લેન્ડ T20 મેચ (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 28, 2025, 6:56 PM IST

Updated : Jan 28, 2025, 7:02 PM IST

રાજકોટ: ભારત અને ઇંગ્લેન્ડની ટીમો થોડા સમયમાં જ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ રમવા જઈ રહી છે. આ મેચના ટોસ માટે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર મેદાનમાં આવ્યા હતા. સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને ઇંગ્લેન્ડને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.

મોહમ્મદ શમી 2 વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો:

ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે પ્લેઈંગ-11 માં મોટો ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લગભગ 14 મહિના પછી ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે. અને 2 વર્ષ બાદ આજે શમી ટી20 મેચ રમી રહ્યો છે. તેણે વર્ષ 10 નવેમ્બર 2022માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ જ એડિલેડમાં અંતિમ ટી20 મેચ રમી હતી.

આ પછી, શમીએ પગની ઘૂંટીની સર્જરી કરાવી અને ફિટનેસ પાછી મેળવ્યા પછી, તેણે બંગાળ માટે ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી, ત્યારબાદ તે હવે ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે. તેને અર્શદીપ સિંહની જગ્યાએ પ્લેઇંગ-11માં તક આપવામાં આવી છે. ભારતે શમીના રૂપમાં ફક્ત એક જ ફેરફાર કર્યો છે.

ઇંગ્લેન્ડે તેમના પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી:

આ ઉપરાંત ધ્રુવ જુરેલ અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ 4 સ્પિન બોલરો સાથે મેદાનમાં ઉતરી રહી છે. આ મેચ માટે, ઇંગ્લેન્ડની ટીમે તેની પાછલી મેચના પ્લેઇંગ-૧૧માં કોઈ ફેરફાર કર્યો નથી.

ભારત અને ઇંગ્લેન્ડ પ્લેઇંગ-11

ભારત: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.

ઈંગ્લેન્ડ: બેન ડકેટ, ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી સ્મિથ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.

આ પણ વાંચો:

  1. શું તમે IND vs ENG ત્રીજી T20I મેચ ફ્રી માં જોવા માંગો છો? તો આટલું કરો
  2. આનંદ મહિન્દ્રાએ પૂરું કર્યું વચન… આ પેરાલિમ્પિયનને 14 લાખ રૂપિયાની સ્કોર્પિયો આપી ભેટ

Last Updated : Jan 28, 2025, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.