75માં સ્વાતંત્ર પર્વ પર સોમનાથ મહાદેવને કરાયો તિરંગાનો શણગાર - junagadh har ghar tiranga
🎬 Watch Now: Feature Video
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર અને રાષ્ટ્રનું 75મું સ્વાતંત્ર પર્વનો સુમેળ સર્જાયો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમેશ્વર મહાદેવને આજે તિરંગાનો શણગાર (junagadh har ghar tiranga) કરાયો હતો. દર વર્ષે સ્વાતંત્ર પર્વને લઈને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ધર્મની સાથે રાષ્ટ્ર ભક્તિ ઉજાગર થાય તે માટે અનેકવિધ શણગાર સોમનાથ મહાદેવને કરાય છે, ત્યારે આજે સ્વાતંત્ર પર્વ નિમિત્તે દેવાધીદેવ સોમનાથ મહાદેવને વિશેષ ત્રીરંગા શણગારની સાથે મહાપૂજા પણ કરવામાં આવી હતી. જેના દર્શન કરીને શિવભક્તોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી.
TAGGED:
junagadh har ghar tiranga