રોપ-વે અધવચ્ચે જ અટકી ગઈઃ 5 પ્રવાસીઓ બચાવાયા, જૂઓ વીડિયો - टिंबर ट्रेल रोपवे हादसा
🎬 Watch Now: Feature Video
સોલન (હિમાચલ પ્રદેશ): હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના પરવાનુ વિસ્તારમાં એક કેબલ કાર (રોપ-વે) હવામાં અટવાઈ ગઈ છે (ropeway accident in himachal) અને તેમાં ઘણા પ્રવાસીઓ ફસાયા છે. ફસાયેલા 11 પ્રવાસીઓમાંથી 5ને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લા 1.5 કલાકથી કેબલ કારની ટ્રોલીમાં (parwanoo timber trail ropeway) બે વરિષ્ઠ નાગરિકો અને ચાર મહિલાઓ સહિત 11 લોકો અટવાઈ પડ્યા હતા. તેમને બચાવવા માટે બીજી કેબલ કાર તૈનાત કરવામાં આવી હતી. પરવાનુ ડીએસપીએ જણાવ્યું હતું કે "પરવાનુ ટિમ્બર ટ્રેલ પર બચાવ કામગીરી ચાલી રહી છે જ્યાં પ્રવાસીઓ સાથેની એક કેબલ કાર (Technical Glitch in Timber Trail Ropeway) ટ્રોલી હવામાં અટવાઈ ગઈ છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે".
Last Updated : Jun 20, 2022, 6:05 PM IST