ચોરી કરવા ચડેલા ચોરને ભાગવું મુશ્કેલ બન્યું, ચોથા માળે લટકી ગયો જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
મુંબઈ: 26 વર્ષીય રોહિત, જે 8 જુલાઈ, શુક્રવારની સવારે મુંબઈના (Mumbai Society) સર્વોચ્ચ સ્થળ તરીકે ઓળખાતા મરીન ડ્રાઈવ (Mumbai Main Drive) વિસ્તારના વાનખેડે સ્ટેડિયમ પાસેની જયંત મહેલ સોસાયટીમાં ચોરી (Mumbai Theft Case) કરવા માટે ચડ્યો હતો. પણ એની ચોરી પકડાઈ જતા તેણે ચોથા માળેથી કુદકો મારી દીધો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મુંબઈ પોલીસે (Mumbai Marin Drive Police) આ કેસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. ચોથા માળેથી કુદી પડતા પોલીસે તેને યુદ્ધના ધોરણે સારવાર માટે ખસેડ્યો હતો. પણ રોહિતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મરીન ડ્રાઈવ પોલીસે કલમ 511 અને 304 અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરી કાર્યવાહી કરી છે. ચોર વહેલી સવાર ચાર વાગ્યા આસપાસ સોસાયટીમાં આવ્યો હતો. બીજા ગેટમાંથી કુદીને ચોથા ફ્લોર સુધી પહોંચ્યો હતો. પણ ચોરી પકડાઈ જતા નીચે ઊતરવું ભારે પડ્યું હતું. પોલીસે પણ એને પકડી પાડ્યો હતો. પકડાઈ જવાની બીકે કુદી ગયો હતો.