વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ, સ્થાનિકોએ હોબાળો મચાવ્યો - તરસાલી
🎬 Watch Now: Feature Video
વડોદરા : VMC દ્વારા સોમવારે તરસાલી વિસ્તારમાં આવેલી રવિ પાર્ક સોસાયટીમાં રસ્તો ખુલ્લો કરાવવામાં થોડા સમય પહેલાં દબાણ હટાવ્યા હતા. જે બાદ ફરી દબાણો થઈ જતા કોર્પોરેશનના કર્મચારીઓની ટીમ સ્થળ પર ગઈ હતી. ત્યારે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશમાં વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે. રસ્તો ખુલ્લો કરવાની કામગીરી દરમિયાન સ્થાનિકોના વિરોધને કારણે કોર્પોરેશને દબાણ શાખાની ટીમ અને પોલીસને બોલાવવામાં આવી હતી.