પાણીની સપાટી વધતાં ઉકાઈ ડેમના 12 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા - મહારાષ્ટ્રમાં આવેલ હથનુંર ડેમ
🎬 Watch Now: Feature Video
તાપી : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર અડધો ફૂટ બાકી છે. ત્યારે ડેમના 12 જેટલા દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઇ હતી. મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલો હથનુંર ડેમ 213 મીટરની ભયજનક સપાટી વટાવી ચુક્યો હતો. હથનુંર ડેમની પાણીની સપાટી 213.14 મીટર છે. ડેમમાંથી 71,830 પાણી છોડવામાં આવી રહ્યું હતુ. જે પાણીની સીધી આવક ઉકાઈ ડેમમાં થઉ છે. ઉકાઈ ડેમમાંથી છેલ્લા 20 દિવસથી પાણી છોડવામાં આવતા ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. અને હાલની પાણીની સપાટી 344.16 ફૂટ થઇ હતી.