હરિયાણાથી હિસાર ગેંગના લૂંટારુઓ આ કારણોસર આવ્યા હતા સુરત - undefined
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15418322-thumbnail-3x2-.jpg)
ડીંડોલી વિસ્તારમાં રહેતા અને પીએમ આંગડીયા પેઢીના ભાગીદાર યોગેશ રેવાભાઈ પટેલને ગત 21-05-2022 ના રોજ ડીંડોલી વિસ્તારમાં આવેલી ગોકુલધામ ચોકડી પાસે પિસ્ટલ બતાવી 33 લાખની લૂંટ કરી આરોપીઓ ભાગી ગયા હતા. આ ઘટનાને લઈને પોલીસ દોડતી થઇ હતી. આ બનાવમાં તપાસ કરી રહેલી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે લૂંટને અંજામ આપનાર ઈસમો હરિયાણાના હિસાર ખાતેથી આવી લૂંટ કરી ભાગી ગયા છે. બાતમીના આધારે પોલીસે એક ટીમ હરિયાણાના હિસાર ખાતે મોકલી હતી અને અહીંથી સુરેશ રામદાસ ઓડ, મોહિત રાધેશ્યામ ગીલ અને સોનું ઉર્ફે અશ્વિની કુમાર સુરજીતસિંગ ગઢવાલને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 8.50 લાખ, એક ઈનોવા કાર અને ૨ મોબાઈલ મળી કુલ 16 લાખ 35 હજારની મત્તા કબજે કરી હતી.
TAGGED:
robbers of Hisar gang