75th Independence Day: વડોદરામાં મૃતકની અંતિમવિધિ કરવા આવેલા પરિજનો તેમજ બ્રાહ્મણોએ કર્યું સામૂહિક રાષ્ટ્રગાન - Celebrate Independence Day at the cemetery
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરમાં ઠેર-ઠેર 15મી ઓગસ્ટ 75 મા સ્વાતંત્ર્ય પર્વ (75th Independence Day) ની રાષ્ટ્રગાન સાથે તિરંગો ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ શહેરના ખાસવાડી સ્મશાન ખાતે પણ અંતિમ વિધિ કરાવનારા બ્રાહ્મણો તેમજ સ્મશાનગૃહમાં કામ કરતા કર્મચારીઓએ પણ ભેગા મળીને સમૂહમાં રાષ્ટ્રગાન કરી સ્વાતંત્ર પર્વની અનોખી ઉજવણી કરી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાન ખાતે સવારના 9 વાગ્યાના ટકોરે અંતિમવિધિ કરવા આવેલા શ્રદ્ધાળુઓ તેમજ સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધિ કરાવતા બ્રાહ્મણો દ્વારા સામૂહિક નિયમ બદ્ધ રીતે રાષ્ટ્રગાન કરી સ્વતંત્રતા દિવસે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.