અમદાવાદની જમાલપુર શાક માર્કેટમાં લોકોની ભીડમાં ઘટાડો નોંધાયો - જમાલપુર શાક માર્કેટ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11101839-thumbnail-3x2-final.jpg)
અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા પણ અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં તંત્ર દ્વારા જમાલપુર શાક માર્કેટમાં ઓડ ઇવન પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. જેથી કરીને કોઈ ભીડ ભેગી ન થાય, ત્યારે વેપારીઓ દ્વારા પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. કોરોના કેસોમાં વધારો થતાં મ્યુનિસિપલની ટીમ દ્વારા શાક માર્કેટમાં જઈને વેપારીઓ અને પ્રજાને સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જ્યારે તંત્ર દ્વારા વેપારીઓને સાવચેતી રાખવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.