દિવાળીના પર્વે સોમનાથ મંદિર દીવડાઓથી ઝળહળી ઉઠ્યું - દીપમાળાના શ્રૃંગાર
🎬 Watch Now: Feature Video
સોમનાથઃ દીવાળી અને નૂતન વર્ષ અનેક લોકો તીર્થ સ્થાનોમાં જઈ પરીવાર સાથે તહેવારોની ઉજવણી કરે છે. ત્યારે, દીવાળી પર્વે સોમનાથ મંદિર ભાવિકોથી છલકાયું હતું. દીવાળીની સાયમ આરતી સમયે ભગવાનને દીપમાળાના શ્રૃંગાર કરાયા હતા. તેમજ ગર્ભગૃહમાં સુંદર રંગોળી બનાવવામાં આવી હતી. મંદિર પરીસરમાં હજારો દીવડાઓ સાથે રોશનીથી મંદીર ઝગમગી ઊઠ્યું હતું. તો રંગોળીમાં દીવડાઓ સાથે વનસ્પતિના છોડ પણ રાખવામાં આવ્યા તે મંદિરમાં શોભામાં ચારચાંદ લગાવી રહ્યાં હતા.