ડુંગરપાડા નજીક ઘાટમાં કન્ટેનર રિવર્સ આવી 10 ફૂટ ઝાડીમાં ઉતર્યું, જુઓ વીડિયો... - Valsad News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8991296-thumbnail-3x2-kdjjsdjksdksjdksafkskjskfjfjf.jpg)
વલસાડઃ કપરાડા સ્ટેટ હાઇવે છેલ્લા કેટલાક સમયથી અકસ્માત ઝોન બની રહ્યો છે. બેફામ બનીને આવતા વાહન ચાલકો ઘાટ રોડ ઉપર પોતાનો કાબુ ગુમાવતા અકસ્માત વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રથી વલસાડ તરફ આવી રહેલા એક કન્ટેનર કપરાડા-નાનાપોઢા માર્ગ ઉપર થઈ વલસાડ તરફ આવી રહ્યું હતું, ત્યારે જોગવેલ ડુંગર પાડા નજીક ઘાટ ચડતી સમયે ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કન્ટેનર આગળ ઘાટ ચડવાને બદલે રિવર્સ આવી રોડની બાજુમાં 10 ફૂટ ઊંડી ઝાડીમાં ઉતરી ગયું હતું. આ ઘટનામાં ચલાકનો ચમત્કારિક બચાવ થયો છે. મહત્વનું છે કે, નાસિક જતા આ સ્ટેટ હાઇવે ઉપર કપરાડા કુંભ ઘાટ અને જોગવેલ તેમજ માંડવા નજીક વારંવાર અકસ્માતો બનતા રહે છે.