નવરાત્રિમાં ટેટુનો ક્રેઝ: 370ની કલમ, પ્લાસ્ટિક બેન, ચંદ્રયાન જેવી થીમ પર...
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ મિત્રો અને લોકોમાં અનેરૂ આકર્ષણ ઉભું કરવા નવરાત્રી દરમિયાન કંઈક નવું જ કરતા હોય છે. યુવાઓમાં શરીરના ખુલ્લા ભાગમાં ટેટૂ દોરાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ટેટુ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. શહેરમાં ટેટૂ આર્ટિસ્ટ ટેટુ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે અવનવી ડિઝાઇન અને અવનવી થીમ પર આ વર્ષે ટેટુ જોવા મળશે. ખાસ કરીને આ નવરાત્રિમાં યુવાનોને મોદી ટ્રમ્પની દોસ્તીથી લઈને કાશ્મીર અને પ્લાસ્ટિક બેગ જેવા મુદ્દા પર બનેલા ટેટુ વધારે પસંદ કર્યા છે. નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નવા-નવા સોશિયલ મીડિયા મેસેજ સાથે ટેટૂ ચીતરાવતા હોય છે.