દર્દનાક મૃત્યું : ટ્રકનું ટાયર બન્યું મોતનું કારણ, જૂઓ વીડિયો - tire of truck became cause of death
🎬 Watch Now: Feature Video
તમિલનાડુ : તમિલનાડુના કાંચીપુરમમાં એક 45 વર્ષીય વ્યક્તિનું એક ચાલતી લારીમાંથી અલગ પડેલું ટાયર અથડાવાથી મૃત્યુ થયું(tire of truck became cause of death) હતું. આ દર્દનાક ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ(Man s death captured on CCTV) છે. એક ચાલતી લારીમાંથી એક ટાયર છૂટું પડી ગયું અને તેજ ઝડપે આવ્યું અને રસ્તા પર ઊભેલા 45 વર્ષીય પુરુષ સાથે અથડાયું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ વ્યકિતને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના 1 મેની હોવાનું જાણવા મળ્યું છે. CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. મુરલી એક ઓટો ડ્રાઈવર હતો. બનાવના દિવસે તે ઘરની બહાર કરિયાણાની ખરીદી કરવા નીકળ્યો હતો. કરિયાણાની ખરીદી કરીને તે ઘરે જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત થયો હતો. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.