બાલાસિનોરમાં શંકાસ્પદ હાલતમાં વૃદ્ધાનો મૃતદેહ મળ્યો, લૂંટના ઇરાદે મર્ડરની આશંકા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 26, 2019, 4:19 AM IST

મહિસાગર: બાલાસિનોરના ગોલવાડ વિસ્તારમાં ટીફીન બનાવી એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધા હસુમતીબેનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેમના ઘરમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે પોલીસે ડોગ સ્ક્વોડ તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થળ પર તપાસ કરતાં ઘરમાં સામાન વેર-વિખેર પડ્યો હોવાથી લૂંટ અને દુષ્કર્મ થયું હોવાની પણ આશંકા છે. જો કે, ઘટના પાછળ કોઈ જાણભેદુ હોવાનું પોલીસ માની રહી છે

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.