Operation Clean : સુરત પોલીસની રેકોર્ડ બ્રેક કામગીરી, 10 દિવસમાં કેટલા ગુનેગારોને ઝડપી પાડ્યા જૂઓ...
🎬 Watch Now: Feature Video
સુરત : સુરત શહેર પોલીસે વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે “ઓપરેશન ક્લીન“ ની (Surat Police in Operation Clean) રેકોર્ડ બ્રેક કામગીરી સામે આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરની સુચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે 10 દિવસ દરમિયાન પોલીસે કુલ-173 ગુનેગારોને ઝડપી પાડ્યા છે. આ અંગે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, નાસતા ફરતા આરોપીઓને પકડી (Surat Police Operation)પાડવાની ડ્રાઇવ દરમિયાન પોલીસે દિવસ રાત મહેનત કરી ટેક્નીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સથી માહિતી મેળવી હતી. આરોપીઓના મળી આવવાના સ્થળોએ છાપા મારવામાં આવતા હતા. તેને લઈને કુલ-173 ગુનેગારોને પકડી પાડી ખૂબ જ પ્રસંશનીય કામગીરી રહેલી છે. સુરત શહેરમાં (Wanted in Surat City) આ ડ્રાઈવ દરમિયાન ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ચેઇન/મોબાઇલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી, ચોરી, મારા-મારી, પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે.
Last Updated : May 6, 2022, 3:10 PM IST