સુરત મહાનગરપાલિકાના કમિશનરે ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી - સુરત મહાનગર પાલિકા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8724556-thumbnail-3x2-ss.jpg)
સુરતઃ ટેક્સટાઈલ માર્કેટમાં વધતાં જતા કેસને લઈને પાલિકા દ્વારા માર્કેટમાં સંક્રમણ ન વધે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધી પાની દ્વારા કાપડ માર્કેટની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં માર્કેટમાં સુરક્ષા કવચ કમિટી બનાવવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે. કાપડ માર્કેટમાં ધમધમાટ વધતાં બહાર ગામથી શ્રમિકો મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. શ્રમિકો અને વેપારીઓ બહારથી આવે તે ટેસ્ટ કરાવીને આવે તેવી ટકોર કરવામાં આવી હતી.