સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદથી સર્જાયા અદભૂત દ્રશ્યો - Surat Heavy Rain
🎬 Watch Now: Feature Video
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ (Heavy Rain Gujarat) કરતા ફરી નદી નાળા જીવંત થયા હતા. ઉમરપાડાથી કેવડીને જોડતા માર્ગ પર આવેલ નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સમગ્ર સુરત જિલ્લામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ભારે વરસાદ (Surat Heavy Rain) વરસવાની સંભાવના સૌ કોઈને સેવાઇ રહી હતી ત્યારે બપોર બાદ સુરત જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ (Gujarat Rain details ) વરસ્યો હતો, ત્યારે ઉમરપાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઇને બજારો પાણી પાણી થઇ ગઇ હતી, ઉમરપાડાથી કેવડીને જોડતા રસ્તા પર આવેલ નાળામાં ભારે પાણીની આવક થતાં નાળું પાણીમાં ગરકાવ થયું હતું. જો કે, સાવચેતીના ભાગરૂપે ઉમરપાડા પોલીસ જવાનો ઊભા રહી ગયા હતા, ત્યારે માત્ર 2 કલાકમાં 65 એમ.એમ વરસાદ વરસતા આકાશી ખેતી પર નિર્ભર રહેતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા.