આહીર સમાજ પારંપરિક ગરબાને ભુલ્યો નથી, જુઓ ટ્રેડિશન ડ્રેસમાં તાલીરાસ - surat aahir samaj
🎬 Watch Now: Feature Video
હાલ સુરત સહિત મોટા શહેરોમાં નવરાત્રીનું વ્યાપારીકરણ થઈ ગયું છે, ખેલૈયા મોંઘી ફી ચૂકવી રાસ ગરબા રમવા જઈ રહ્યા છે,ત્યારે આહીર સમાજે આજે પણ પ્રાચીન ગરબાની ઢબ જાળવી રાખી છે,કામરેજના લસકાણા ખાતે આવેલ શ્રી સોરઠીયા આહીર સમાજની વાડીમાં આહીર સમાજ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે,(aahir samaj play traditional garba)સમાજના યુવાનો અને યુવતીઓ પરંપરાગત પોષક પહેરી ૯ દિવસ માતાજીની આરાધના કરે છે,આહીર સમાજ દ્વારા કરવામાં આવતા આયોજન સાથે મહિલાઓની સુરક્ષા પણ જળવાતી હોય છે અને એક મર્યાદા પણ બંધાતી હોય છે. નવરાત્રિના પ્રથમ દિવસથી માતાજીની આરતી માટે રૂપિયાની બોલી બોલવામાં આવે છે. જે નવરાત્રીના છેલ્લા દિવસ સુધી હોય છે. આ બોલી છેલ્લા દિવસ સુધીમાં લાખોમાં પહોંચી છે,(traditional garba since 25 year)જે પણ દાન આવે તે સારા કાર્યોમાં વાપરવામાં આવે છે,હાલ તો આહીર સમાજના ગરબાનું આયોજન સૌ કોઈ લોકો બિરદાવી રહ્યા છે,કામરેજના ધારાસભ્ય વી. ડી ઝાલાવાડીયાએ પણ આહીર સમાજ દ્વારા આયોજિત ગરબા કાર્યક્રમમાં હાજરી આપી હતી.