બાલાસિનોરમાં જન્મજાત બહેરામૂંગા બાળકોને જૂઓ કઇ રીતે બોલતાં સાંભળતાં કરાયાં - Operation in the National Child Health Program
🎬 Watch Now: Feature Video
બાલાસિનોર તાલુકા વિસ્તારમાં બહેરા અને મૂંગા (Deaf and dumb) ચાર બાળકોના RBSK ટીમ દ્વારા (Cochlear implant operation in Balasinor ) દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યાં છે. બાલાસિનોર તાલુકાના જનોડ અને ગુંથલીમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ (School Health Inspection Program ) અંતર્ગત જન્મજાત ખામી ધરાવતા બહેરા અને મૂંગા છ બાળકો મળી આવતા તેમાંથી ચાર બાળકોના સફળ ઓપરેશન કરાતાં ચારેય બાળકો બોલતા અને સાંભળતા (Successful operation of congenital deaf children in Balasinor) થયાં છે. આ ઓપરેશનમાં એક બાળકના ઓપરેશનનો ખર્ચ 6 થી 7 લાખ રૂપિયા જેટલો થતો હોય છે. સરકાર દ્વારા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (Operation in the National Child Health Program ) અંતર્ગત આ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા.ઓપરેશન થયેલા બાળકોને જોઈને અન્ય બે બાળકના વાલી ઓપરેશન કરાવવા સહમત થાય તે માટે તાલુકા હેલ્થ ઓફિસર ખાતે ગેટ-ટુ-ગેધર રાખવામાં આવ્યું હતું. ઓપરેશન થયેલ બાળકોને સાંભળતા અને બોલતા જોઈને વાલીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી.