સુરત જિલ્લાના માંડવી ખાતે કોંગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં કરાયું બસ રોકો આંદોલન - Stop the bus movement in Mandvi
🎬 Watch Now: Feature Video
સુરત: આજે 9 ઓક્ટોબરે માંડવી ખાતે ધારાસભ્યની આગેવાનીમાં સ્થાનિક આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા બસ ડેપો ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બસની અનિયમિતતા તેમજ કેટલાક રૂટ કોરોનાકાળથી બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આખરે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી હતી. વિરોધ દરમિયાન પોલીસ દ્વારા ધારાસભ્યની અટકાયત કરવા જતા કોંગી કાર્યકરો દ્વારા પોલીસને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. કોંગી કાર્યકરો અને મોટી માત્રામાં વિદ્યાર્થીઓ બસ ડેપોના ગેટ પર બેસી જતા ડેપોમાંથી નીકળતી બસો પણ અટકી પડી હતી. પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી.