જામનગરના દરિયામાં જોવા મળ્યો 'ક્યાર' નો કરંટ - kyaar in the sea of Jamnagar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4885775-thumbnail-3x2-jamnagar.jpg)
જામનગર: દરિયાકિનારે 'ક્યાર' વાવાઝોડાની અસર બપોર બાદ જોવા મળી રહી હતી. જો કે, વહીવટીતંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો દરિયા કિનારે આવેલા ગામડામાં વસતા લોકોને પણ સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું હતું. તો દરિયા કિનારે SRP તેમજ મરીન પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાલ 'ક્યાર' વાવાઝોડાની ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર તમામ રીતે સજ્જ થઈ કોઈ પણ રીતે ક્યાર વાવાઝોડાના સંકટ ટાળવા માટે તૈયાર છે.