ભારતમાં નાગ પંચમી પર અહી ભરાય છે સાપનો મેળો - समस्तीपुर में नागपंचमी पर सांपों का मेला

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 19, 2022, 6:53 PM IST

સમસ્તીપુરઃ બિહારના સમસ્તીપુર જિલ્લામાં નાગપંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ત્યાં સાપનો મેળો (Snake Fair on Nag Panchami in samastipur ) પણ ભરાય છે. નાગપંચમીના દિવસે સાધુ નદી પર જઈને મંત્ર દ્વારા સાપનુ ઝેર દૂર કરે છે અને નાના-મોટા તમામ લોકો આ સાપ સાથે જાણે રમકડું હોય તેમ રમે છે. આ દરમિયાન નદી કિનારે રહેતા તમામ લોકો સાપને દૂધ પીવડાવીને તેમની પૂજા કરે છે અને પછી તેમને પાછા છોડી દે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભક્તોને કોઈ સાપ કરડતો નથી. વાસ્તવમાં નાગપંચમીના દિવસે લોકો સાપની પૂજા ધામધૂમથી કરે છે. આ લોકો નદીમાં ડૂબકી લગાવીને ઝેરીલા સાપને બહાર કાઢે છે અને લોકોને આપે છે. જો સાપ કોઈને કરડે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે, પરંતુ નાગપંચમીના દિવસે સાપ કોઈને કરડતો નથી, કારણ કે આ સાપ મંત્રની શક્તિથી સર્જાયો છે. આ દાવો ભગત લોકોનો છે. એટલા માટે આ સાપ આજકાલ કોઈને કરડતો નથી. આ નજારો જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.