મોહન ડેલકર આત્મહત્યા કેસમાં વડાપ્રધાન મોદી દરમિયાનગીરી કરે: શિવસેના સાંસદ વિનાયક રાઉત - Vinayak Raut
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે કહ્યું કે, લોકસભાના સાંસદ મોહન ડેલકર સ્યૂસાઇડ કેસમાં મહારાષ્ટ્ર વિકાસ આગાડી(એમવીએ)એ સરકારને આ મામલે એટીએસને તપાસ સોંપવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાનને વિનંતી કરું છું કે, સ્થાનિક વહીવટ, એસપી અને કલેકટરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને આઈપીસીની કલમ 304 અંતર્ગત હત્યાનો કેસ દાખલ કરવામાં આવે. તેમણે કહ્યું કે, સાંસદ ડેલકરે આત્મહત્યા કરવી પડી હતી. કારણ કે તેમને સતત વહીવટી અધિકારીઓ દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. જો તમે તેની સ્યૂસાઇડ નોટ વાંચશો, તો તમે જોશો કે દાદરા અને નગર હવેલીના સંચાલક અને અધિકારીઓ દ્વારા તેમને કેટલો ત્રાસ આપવામાં આવ્યો હતો.