આપણા લોકોને વેક્સિન મળતી નથી અને આપણે વિદેશોમાં દાન કરીએ છીએ: શક્તિસિંહ ગોહિલ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: રાજ્યસભામાં આજે ઝીરો અવર દરમિયાન શક્તિસિંહ ગોહિલે વધતા જતા કોરોના કેસનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, આ ખૂબ જ ચિંતાની વાત છે કે, આપણા દેશમાં એક જ દિવસમાં 25,000થી વધુ કોરોના સંક્રમણના કેસો નોંધાઈ રહ્યાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોનાની બીજી લહેર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હી હાઈકોર્ટે હાલમાં જ ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, 'કોરોનાને લઈને ગંભીરતાથી કામ કરવાની જરૂર છે.' આપણા દેશમાં દરેકને રસી મળતી નથી અને આપણે વિદેશોમાં વેક્સિન દાન કરી રહ્યા છીએ. કોરોના વેક્સિનેશન ખૂબ જ ધીમી ગતિએ થઈ રહ્યું છે. જો આપણે સરકારના આંકડા જોઈએ તો માત્ર 0.35% જ વેક્સિનેશન થયું છે. જો આ જ ગતિએ વેક્સિનેશન આગળ વધશે તો દેશની 70 ટકા વસ્તીને વેક્સિન આપવામાં 12 વર્ષ અને 6 મહિનાનો સમય લાગશે અને 100 ટકા વસ્તીને આવરી લેવામાં 18 વર્ષનો સમય લાગશે.