નવી દિલ્હી: મહાકુંભ 2025નો આધ્યાત્મિક ઉત્સાહ પ્રયાગરાજ તરફ લોકોને આકર્ષી રહ્યો છે. એટલે જ તો ન આ નગરી ન માત્ર દેશ પરંતુ વિદેશના લાખો શ્રદ્ધાળુઓને અને પ્રવાસીઓને પણ આકર્ષી રહી છે. પવિત્ર શહેરની મુલાકાત લેતા અગ્રણી લોકોમાં અદાણી ગ્રુપના ચેરમેન અને ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો પણ સમાવેશ થાય છે, જેઓ આજે મંગળવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા.
50 લાખથી વધુ ભક્તોને 'મહાપ્રસાદ'નું વિતરણ કર્યું
મળતી માહિતી અનુસાર અદાણી પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવનારા છે. ત્યારબાદ તેઓ ધાર્મિક વિધિઓ અને પુજા-આરતી પણ કરઈ. તેઓ દર્શન માટે પ્રતિષ્ઠિત 'બડે હનુમાન મંદિર' પણ ગયા હતા. ભક્તિ અને સેવાની ભાવનાથી અદાણીએ 50 લાખથી વધુ ભક્તોને 'મહાપ્રસાદ'નું વિતરણ કર્યું હતું. અદાણી ગ્રુપ ઈસ્કોન અને ગીતા પ્રેસના સહયોગથી લાખો લોકો માટે સમગ્ર ઈવેન્ટ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મફત ભોજન અને પ્રસાદનું આયોજન કરી રહ્યું છે.
પોતાની મુલાકાત દરમિયાન, અદાણી ગ્રુપના ચેરમેન ઇસ્કોન સમુદાયના ભોજન સમારંભમાં પણ ભાગ લેશે, જેનાથી શ્રદ્ધાળુઓની સેવામાં સીધું યોગદાન મેળવી શકે. પોતાના ઔપચારિક પ્રસાદ બાદ, અદાણી ભવ્ય કુંભ મેળો અને તેની વ્યવસ્થાઓનું પણ અવલોકન કર્યુ.
મહાકુંભ 2025
મહાકુંભ એ વિશ્વના સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સમારોહમાંથી એક છે, જે દર 12 વર્ષે ભારતમાં ચાર સ્થાનોમાંથી એક પર યોજાય છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ આયોજનને સુરક્ષિત રાખવા માટે સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળો સહિત 10,000 થી વધુ જવાનોને તૈનાત કર્યા છે. આગામી મુખ્ય 'સ્નાન' તારીખ 29 જાન્યુઆરી (મૌની અમાવસ્યા - બીજું શાહી સ્નાન), 3 ફેબ્રુઆરી (બસંત પંચમી - ત્રીજું શાહી સ્નાન), 12 ફેબ્રુઆરી (માઘી પૂર્ણિમા) અને 26 ફેબ્રુઆરી (મહા શિવરાત્રી) છે.