વડોદરામાં સાવલીના ધારાસભ્યએ પૂરમાં ફસાયેલાં લોકોને ફુડ વિતરણ કરી માનવતા દાખવી - Vadodara news
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન ખોરવાયું હતું. તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોનું જીવવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે વડોદરાના સેવાભાવી લોકોએ જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ અને પીવાનું પાણી પહોંચાડી મદદ કરી હતી. સાવલીના ધારાસભ્ય કેતન ઇનમદાર અને તેમના મિત્રોએ ફૂડપેકેટ,દૂધ,શાકભાજીઅને પાણીસહિતની સામગ્રીનું વડોદરામાં વિતરણ કર્યુ હતું. તેમજ પૂરની સ્થિતિ અટકે નહીં ત્યાં સુધી લોકોને મદદ પહોંચાડવાનું વચન આપ્યું હતું.