GMDC મેદાનમાં 51 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન, વિદેશી પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણ - foreign tourist
🎬 Watch Now: Feature Video
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દશેરાના દિવસે 51 ફૂટના રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. અહીં ભગવાન શ્રીરામ સાથે હનુમાનજી અને રાવણ જેવાં અનેક પાત્રોની વેશભુષા સાથે વિશાળ શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા નગરમાં ફરીને જીએમડીસીના મેદાન પહોંચી હતી, જ્યાં 51 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જોકે આ શોભાયાત્રા દરમિયાન હનુમાનજી અને રાવણનાં પાત્રો વચ્ચે યુદ્ધના દ્રશ્યો રજૂ કરાતાં લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે જ રાવણ દહન જોવા માટે વિદેશી પ્રવાસીમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તો મેદાનમાં આખોને આંજી દે તેવી ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. અહીં અંબાજી સહિત આજુબાજુના ગામડાંઓમાંથી આદિવાસી લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ravan dahan at Gmdc Ground Ambaji in Banaskantha foreign tourist