ડીસાના સાંઈબાબા ક્લબ ખાતે શાળાકીય રમતોત્સવનું આયોજન - લેટેસ્ટ ન્યુઝ ઓફ ડીસા
🎬 Watch Now: Feature Video
ડીસા: શહેરમાં દર વર્ષે વિવિધ શાળાકીય રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શહેરના સાંઈબાબા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની વિવિધ શાળાઓમાંથી 14વર્ષ અને 17 વર્ષના બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમણે ટેબલ ટેનિસ સ્પર્ધામાં પહેલો બીજો અને ત્રીજો નંબર આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.