દ્વારકા જિલ્લામાં અષાઢી મેઘ મહેર, અનેક ગામો થયા પાણી પાણી
🎬 Watch Now: Feature Video
દ્વારકા જિલ્લામાં અષાઢી મેઘ મહેર જોવા મળ્યો હતો .વાત કરીએ તો વેહલી સવારથી જ દ્વારકા (Rain In Dwarka) જિલ્લના 3 તાલુકા ખંભાળિયા, ભાણવડ, અને કલ્યાણપુર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો, ત્યારે ધોધમાર વરસાદના પગલે ખંભાળિયા તાલુકાના ભાતેલ, ભાળથર, કેશોદ, ઠાકર શેરડી સહિતના ગામો પાણી પાણી થયા હતા. વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાયાં હતાં તો રસ્તાઓ પર પાણી ફરી વળતા રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. તો બીજી તરફ ધોધમાર વરસાદના પગલે નદી નાળા પણ છલકાયા હતા, ત્યારે ખંભાળિયામાં 4 ઇંચ, ભાણવડ 2 ઇંચ, કલ્યાણપુરમાં અડધો ઇંચ વરસાદ વરસતા ખુશીનો માહોલ છવાયો હતો.
Last Updated : Jul 3, 2022, 10:47 AM IST