ETV Bharat / state

ગુજરાતનું ભાવનગર બન્યું 'બાસ્કેટબોલ હબ', દેશભરના ખેલાડીમાંથી પસંદ કરાશે નેશનલ ટીમ - 74TH BASKETBALL CHAMPIONSHIP

ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થયેલી ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી પસંદગીની ટીમ પણ આવી પહોંચી હતી.

ભાવનગરમાં નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ યોજાઈ
ભાવનગરમાં નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ યોજાઈ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Sports Team

Published : 10 hours ago

Updated : 9 hours ago

ભાવનગર: ભાવનગરના આંગણે 2019 પછી 2025માં નેશનલ કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન થવા પામ્યું છે. 12 જાન્યુઆરી સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપમાં દરેક રાજ્યમાંથી સેનાની અને રેલવેની ટીમોએ ભાગ લીધો છે. જો કે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના મહાસચિવ અને સિલેક્શન કમિટી નવા ખેલાડીઓની પસંદગી માટે ભાવનગર આવી પહોંચી હતી.

ભાવનગર શહેરમાં 74 મી સિનિયર બાસ્કેટબોલ નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થયેલી ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી પસંદગીની ટીમ પણ આવી પહોંચી હતી. ત્યારે બાસ્કેટબોલના ફેડરેશન ઓફ ઇન્ડિયાના મહાસચિવે પણ હાજરી આપીને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી હતી.

ભાવનગરમાં નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ યોજાઈ (ETV Bharat Gujarat)

ભાવનગર કેમ કરાયું પસંદ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિયેશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 74 નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું ભાવનગર ખાતે આયોજન થઈ રહ્યું છે. એમાં ટોટલ 57 થી 58 ટીમોએ ભાગ લીધો છે અને સમગ્ર ભારતને દરેક રાજ્યની ટીમો અને સર્વિસઝ ટીમ અને રેલવે ટીમ પણ આમાં ભાગ લેતી હોય છે. 2019 પછી 2024/25માં ભાવનગરને ફાળવી, ગુજરાતને ફાળવી છે. ગુજરાતમાંથી પછી ભાવનગરને ફાળવવામાં આવી છે, કારણ કે ભાવનગર એક સરસ બાસ્કેટબોલનું મજાનું હબ છે. સાથે ભાવનગરમાં ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ તરફથી જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવામાં આવ્યું છે, કદાચ ગુજરાતનું નંબર વન ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. એટલે ગુજરાતમાં ભાવનગરને આ ઇવેન્ટ ફાળવવામાં આવી છે કે તેનું સરસ મેનેજમેન્ટ થઈ શકે. અત્યારે મેન્સ સેક્શનમાં તામિલનાડુ,પંજાબ, રેલવે, કર્ણાટક આ બેસ્ટ ટીમો છે. અને ગર્લ્સ વિભાગમાં પણ કેરળ, ઇન્ડિયન રેલવે અને કર્ણાટક અને ગુજરાત પણ સારી ટીમ છે.

ભાવનગરમાં નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ યોજાઈ
ભાવનગરમાં નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ યોજાઈ (ETV Bharat Gujarat)

રાષ્ટ્રીય ટીમ પસંદગી માટે ભાવનગર આવી
ભાવનગરના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ચાલતી ચેમ્પિયનશિપમાં બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના મહાસચિવ કુલવિંદરસિંહ ગીલ પણ આવી પહોંચ્યા હતા. સાથે રાષ્ટ્રીય ટીમના ખેલાડીની પસંદગી કરવાની ટીમ પણ આવી પહોંચી હતી. કુલવિંદરસિંહે જણાવ્યું હતું કે, સિનિયર લેવલની ઓથોરાઈઝ સૌથી મોટી આ ચેમ્પિયનશિપ છે. જેમાં સેનાની ટીમ, રેલવેની ટીમ અને દરેક પ્રદેશોની ટીમ છે. આ ચેમ્પિયનશિપ પર પ્રોબેબલ પ્લેયરની પસંદગી થશે તે માટે એક પસંદગી ટીમ પણ અહીંયા હાજર છે.

ચેમ્પિયનશિપમાંથી નવા પ્લેયર મળવાની આશા
ભાવનગર આવેલા ફેડરેશન ઓફ ઇન્ડિયાના મહાસચિવ કુલવિંદરસિંહે જણાવ્યું હતું કે, હાલ આ ચેમ્પિયનશિપમાં પ્રોબેબલ પ્લેયરની પસંદગી માટે આવેલી ટીમ પસંદગી કરશે, જેમાં 20 થી 25 મેન્સ અને વુમેન્સમાંથી પ્લેયરો સિલેક્ટ કરવામાં આવશે. ત્યારબાદ તેને પ્રશિક્ષણ શિબિરમાં મોકલવામાં આવશે અને તેમાંથી ભારતની રાષ્ટ્રીય કક્ષાની તેમની ખેલાડીઓની પસંદગી કરવામાં આવનાર છે.

મેન્સની ટીમ જશે કતાર તો મહિલાઓની ભારતમાં
તેમણે જણાવ્યું કે, આગામી ફેબ્રુઆરી માસમાં મેન્સ વિભાગની ટીમ કતાર રમવા જવાની છે. જ્યારે આગામી દિવસોમાં ભારતમાં સાબા ચેમ્પિયનશિપ વુમન્સની યોજાવા જઈ રહી છે. જેમાં બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દિલ્હીમાં ઓર્ગેનાઇઝ કરશે. જેમાં સાઉથ એશિયાની ટીમો રમવા આવવાની છે.

ભાવનગર ચેમ્પિયનશિપ માટે બેસ્ટ સાબિત થયું
ફેડરેશન ઓફ ઇન્ડિયાના મહાસચિવે એ પણ કહ્યું હતું કે, ભાવનગરમાં સ્ટ્રક્ચર ખૂબ સરસ ક્રિએટ કરવામાં આવ્યું છે. હાલમાં ચાલી રહેલી 74મી નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં દેશમાંથી 1000 જેટલા લોકો આવ્યા છે. જેને રહેવાથી લઈને દરેક પ્રકારની સારી વ્યવસ્થા ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે, જેમાં રહેવાથી લઈને દરેક પ્રકારની વ્યવસ્થા છે.

આ પણ વાંચો:

  1. ભાવનગરવાસીઓને નવા વાહનોમાં ફેન્સી નમ્બર માટેની તક, તારીખો જાણીને કરી દો એપ્લાય મનપસંદ નમ્બર લેવા
  2. ભાવનગર મહાનગરપાલિકાની 126 જગ્યા માટે યોજાશે લેખિત પરીક્ષા: કયા પદો માટે છે પરીક્ષા, જાણો

Last Updated : 9 hours ago
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.