રેલવે રાજ્યપ્રધાન સુરેશ અંગાડીએ ડભોઇ-ચાંદોદ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી - Railway Minister Suresh Angadi visits kevdiya
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5068713-thumbnail-3x2-dabhoi.jpg)
વડોદરાઃ ડભોઇથી કેવડિયા સુધી રેલવે ગેસ કન્વર્ઝન ચાલી રહી કામગીરીના નિરીક્ષણ માટે ગુરુવારે રેલવે રાજ્યપ્રધાન સુરેશ અંગાડીએ ડભોઇ અને ચાંદોદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. વડોદરાથી ડભોઈ વચ્ચે બ્રોડગેજ લાઇન પહેલાથી હતી. ડભોઇથી વાયા ચાણોદ-કેવડિયા સુધી 49 કિલોમીટરની નવી લાઈન નાખવા માટેનું કામ કાર્યરત છે. જેમાં ડભોઇથી ચાંદોદની કામગીરી મહદ અંશે પુરી થઈ ગઈ છે. રેલવે રાજ્યપ્રધાન સુરેશ અંગાડી, ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત રેલવે ડિવિઝનના અધિકારીઓએ ડભોઇ અને ચાંદોદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. રેલવે ગેસ કન્વર્ઝનની કામગીરી દરમિયાન રેલવેની નેરોગેજની જૂની લાઈન લાઈનની સરખામણીમાં નવી લાઈન જમીનથી ખૂબ ઊંચી લેવામાં આવી છે. જેના પરિણામે જમીનનો ભાગ નીચો થઈ જતા ચોમાસાની ઋતુમાં વિસ્તારના ખેડૂતોના હજારો એકર ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે.