રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓ વિરોધી કરેલા નિવેદનને લઇ વિરોધ કરાયો - Public meeting of Assam
🎬 Watch Now: Feature Video

દેવભૂમિ દ્વારકાઃ સોમવારના રોજ આસામની જાહેર સભામાં રાહુલ ગાંધીએ ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચે તેવી ભાષાનો ઉપયોગ કરતા તેમના વિરોધમાં મંગળવારના રોજ જોધપુર ગેટ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામ ખંભાળિયા શહેર ભાજપ દ્વારા સૂત્રોરચાર કરી રાહુલ ગાંધીના પોસ્ટર સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ભાજપ શહેર ભાજપ સંગઠન મોરચા સેલના સર્વે કાર્યકરો હોદ્દેદારો નગર પાલિકાના પૂર્વ સદસ્યો અને ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.