વડોદરામાં પાણી મુદ્દે સેવા સદનમાં તંત્ર સામે ધરણાં - vadodara ma pani babte dharna
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ શહેરના પુર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લા દસ મહિનાથી પીવાનું પાણી ગંદુ તેમજ ઓછા પ્રેશરથી આવે છે. વોર્ડ નંબર 13માં આવેલા આર.વી દેસાઇ રોડ ખાતે રહિશોએ પાણીના મુદ્દે સેવા સદન ખાતે તંત્ર સામે બેનર સાથે ધરણાં કર્યા હતા. આગામી 22 તારીખના રોજ વોર્ડ નંબર 13માં એક નગરસેવકની બેઠક માટે પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતાં 300થી વધુ મતદારોએ ચુંટણી બહિષ્કાર કરવાની ચિમકી ઊચ્ચારી હતી.