પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ સાયલામાં જાહેર સભા સંબોધી - By-elections for 8 Assembly seats
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: જિલ્લાનની લીંબડી પેટા ચૂંટણીને લઈને બન્ને પક્ષ તરફથી ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને જીત અપાવવા માટે અનેક ભાજપના પ્રધાનો જાહેરસભા સંબોધી રહ્યા છે. જે અંતર્ગત કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ સાયલામાં સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર કરેલા કાર્યો તેમજ સરકારની યોજનાઓને લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી દેશના હિત માટે નિર્ણયો લીધા છે. સુરેન્દ્રનગર જિલ્લાને પાણી, રોડ રસ્તા, સહિત તમામ સુવિધાઓ મળી છે. આ સાથે જ તેમણે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં લીંબડી બેઠક કિરીટસિંહ રાણાને જીતાડવા માટે અપીલ કરી હતી.