અમદાવાદની ઘટના પર ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આપી પ્રતિક્રિયા - gujarat news
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ હાલમાં જ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ગર્લ્સ PGમાં મોડી રાત્રે અચાનક એક યુવક ઘરમાં ઘૂસી આવ્યો હતો અને નિંદ્રાધિન મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. જેના પગલે ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ ઘટનાને લઇ પ્રતિક્રિયા આપી હતી.