પોરબંદરના સાંસદ રમેશ ધડુકે ગોંડલ ખાતે કર્યું મતદાન - Local self-government elections
🎬 Watch Now: Feature Video
રાજકોટ : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ રહી છે. જે અંતર્ગત ગોંડલ ખાતે વહેલી સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. પોરબંદરના સાંસદ રમેશ ધડુકે ગોંડલ ખાતે મતદાન કર્યું હતું. રમેશ ધડુકે પ્રજાને લોકશાહીના પર્વની મતદાન કરીને ઉજવણી કરવા માટે અપીલ કરી હતી. આ સાથે પ્રજા ભાજપ પર વિશ્વાસ મૂકી તેમને જંગી બહુમતીથી વિજય બનાવશે તેવો રમેશ ધડુકે આશાવાદ વ્યક્ત કર્યો હતો.