સુરત કોરોના એલર્ટ: પાલિકાના અધિકારીઓ બેનરો સાથે લોકોને જાગૃત કરી રહ્યા છે - corona news of surat
🎬 Watch Now: Feature Video

સુરત: અમદાવાદ બાદ સુરતમાં કોરોના સંક્રમણ વધતા મહાનગર પાલિકા દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાલિકાના અધિકારી અને કર્મચારીઓ હાથમાં બેનર લઈ એકત્ર થયેલા લોકોને કોરોનાથી બચવા માટે સમજાવવાની કામગીરી કરી રહ્યા છે. મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સવારે વોકિંગ કે ચાની કીટલી કે પછી રોડ પર ટોળાઓને સમજાવીને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જોકે સુરતમાં કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે દરેક પ્રયાસ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. શનિવારે રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે.