ડાકોરમાં પંચમહાલના સાંસદ અને અમૂલ ડેરીના ચેરમેને મહાઆરતીમાં ભાગ લીધો - Panchmahal MP
🎬 Watch Now: Feature Video

ખેડા: જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના કપડવંજ રોડ પર આવેલ નવજીવન પાર્ટી પ્લોટ ખાતે શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા આયોજીત રૂમઝૂમ ગરબામાં આઠમના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ અને અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર ઉપસ્થિત રહી મહાઆરતીમાં ભાગ લીધો હતો. માતાજીની આરતી ઉતારી માં શક્તિની આરાધના કરી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.