પાટણમાં આ સોસાયટીમાં લોકોએ અંબાની સાથે પોતાની માતાની પણ કરી પુજા - latest news of patan
🎬 Watch Now: Feature Video
પાટણ: શહેરની એક સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. ત્યારે શહેરના હાઇવે રોડ પર આવેલી અંબાજી નગર સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું અનોખુ આયોજન કરવામા આવ્યું હતું. આ સોસાયટીના રહીશોએ નવ દિવસ સુધી માતાજીના ગરબે ઘૂમી માઁ અંબાની આરાધના તો કરી જ હતી. સાથે સાથે જ દશેરાના પાવન દિવસે માતૃપૂજન કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. જેમાં નાના મોટા દરેક વ્યક્તિએ તેમની માતાનું પૂજન કર્યુ હતુ.